ક્ષત્રિય વંશ(રજપુત/ઠાકોર/બારિયા/ધારાળા/ પાટણવાડીયા/ચુવાળિયા)
ગુજરાતમાં વસતા ગુજરાતી ક્ષત્રિયોની અટકો
રાઠોડ (en:Rathore)
સિસોદીયા (en:Sisodia)
રાણા -Rana gujarat
ખાંટ - Khant gujarat
ડાભી - Dabhi gujarat
ચૌહાણ - chauhan gujarat
ઝાલા (en:Jhala)
ગોહેલ Gohel )
ગોહિલ - Gohil Gujarat
બારૈયા bariya Gujartat
ચુડાસમા (Chudasama) Gujarat
જેઠવા (Jethava ) Gujarat
જાદવ (Jadava) Gujarat
યાદવ (Yadava ) Gujarat
ભાટ્ટી (en:Bhati) Gujarat
સોઢા(en:Sodha) Gujarat
પ્રતિહાર (en:Pratihara) Gujarat
ચૌહાણ (en:Chauhan) Gujarat
સોલંકી (en:Solanki) Gujarat
મહીડા (Mahida) Gujarat
પરમાર (en:Paramara) Gujarat
ચાવડા (Chavada ) Gujarat
વાઘેલા (en:Vaghela)
સૂર્યવંશી
સૂર્યવંશીઓ સૂર્યનાં વંશજો મનાય છે. તેઓ રામનાં,કે જેઓ સ્વયં સૂર્યવંશમાં જનમ્યા હતાં, વંશજો પણ મનાય છે.
બડગુજર (en:Badgujar)
ગુર્જર (en:Gurjar)
કછવાહા (en:Kachwaha)
મૌર્ય (en:Maurya)
ખત્રી(en:Khatri) પંજાબ
કુર્મિ (en:Kurmi)
લોહાણા (en:Lohana)
મિણા (en:Minhas)
પુંડિર (en:Pundir) ઉત્તર કાંઠાળ આંધ્ર પ્રદેશ
રાજુ (en:Rajus)
રાઠોડ (en:Rathore)
રોર (en:Ror)
સેંગાર (en:Sengar)
સિસોદીયા (en:Sisodia)
રાણા -Rana gujarat
ખાંટ - Khant gujarat
ડાભી - Dabhi gujarat
ચૌહાણ - chauhan gujarat
ઝાલા (en:Jhala)
ગોહિલ - Gohil Gujarat
ખોડ (en:Khod) branch of jhala. kutch
બારૈયા bariya Gujarta
ચુડાસમા
ચંદ્રવંશી
ચંદ્રવંશી ક્ષત્રિયો ચંદ્રનાં વંશજો મનાય છે.
ચુડાસમા ચાંડેલા (en:Chandela)
કલ્ચુરી (en:Kalachuri)
કુખરાન (en:Kukhran) - કુખરાન એ ખત્રીઓની પેટા જાતિ છે.
હૈહયા (en:Haihayas)
જદાઉં (en:Jadaun)
જેઠવા (en:Jethwa)
પઠાણી (en:Pathanis)
પઠાણીયા (en:Pathania)
તન્વર (en:Tanwar)
સૈની (en:Saini)-પંજાબનાં
સેઉના યાદવ (en:Seuna Yadavas of Devagiri)-દેવગીરીનાં
જાડેજા (en:Jadeja)
મલયાલા ક્ષત્રિય (en:Malayala Kshatriyas)
જાટ (en:Jats of Bharatpur)-ભરતપુરનાં
સોમ (en:Soam)
ભાટ્ટી (en:Bhati)
અગ્નિવંશી
અગ્નિવંશીઓ અગ્નિનાં વંશજો મનાય છે.
સોઢા(en:Sodha)
પ્રતિહાર (en:Pratihara)
ચૌહાણ (en:Chauhan)
સોલંકી (en:Solanki)
પરમાર (en:Paramara)
ભદુરિયા (en:Bhaduria)
પવાર (en:Pawar)
સેના (Sena)
વાઘેલા (en:Vaghela)
નાગવંશી
કેટલીક ક્ષત્રિય જાતિઓ પોતાને નાગ, (સર્પ કુળ)નાં વંશજો માને છે, તેથી તેઓ નાગવંશી કહેવાય છે. નૈયર અને જાટ જાતીનાં ચોક્કસ કુળો પોતાને નાગવંશી માને છે. છોટા નાગપુરનાં શાસકો નાગવંશીઓ હતા.
નાગવંશીઓનાં કેટલાક ગૌત્ર:
તક્ષક (en:Takshak)
બચક (en:Bachak)
કાટેવા કે કારકોટકા (Karkotaka)
કલિરાણા (en:Kaliramna)
બન્ટ (en:Bunt) વગેરે. નાગવંશીઓ મનાય છે
અન્ય
પ્રાચિન પંડ્યા રાજવી વંશનાં નાદર
કોડવ (en:Kodavas), અનાર્ય ક્ષત્રિયો. જાટ અને નૈયરની જેમ, તે લોકો જનોઇ ધારણ કરતાં નથી, પરંતુ તેઓ જમીન ધરાવે છે,શસ્ત્રો ધારણ કરે છે, અને અન્ય યોદ્ધાઓ જેવા રિવાજોનું પાલન કરે છે. તેઓની ઉત્પતિ કર્ણાટકનાં કુર્ગ વિસ્તારમાં થયેલ.
આસામનાં અહોમ રાજાઓની માન્યતા હતી કે તેઓ ઇન્દ્ર અને 'શ્યામા'(એક નિમ્ન વર્ણની સ્ત્રી)નાં વંશજો છે, અને તેઓ પોતાને ઇન્દ્રવંશી ક્ષત્રિયો તરીકે ઓળખાવતા.
બ્રહ્મવંશી રાજા 'ચૌલકી'નું કુળ બ્રહ્મવંશ તરીકે ઓળખાય છે.
એક અન્ય ક્ષત્રિય કુળ વાયુવંશી કહેવાતું,જેનાં વંશ વિશે વધુ જાણકારી મળતી નથી.
'સરગૌજા'(Surguja)નાં રાજાઓ તરીકે રેક્ષુલવંશી (Rexulvanshi)ઓ જાણીતા છે.
વિદેશી યોદ્ધાઓ જેઓ રૂષિ પરંપરા કે રીવાજોનું પાલન કરતા ન હતા તેવા, શક (en:Shakas) , કુષાણ (en:Kushan), યવન (en:Indo-Greeks), હુણ (en:Hunas) અને પાર્થિયન (en:Parthian), લોકોને મનુસ્મૃતિમાં વ્રત્ય ક્ષત્રિયો તરીકે વર્ણવાયા હતાં.
વણિયાર (en:Vanniar)
ભારતીય ઉપખંડની બહાર
બાલીનીં લગભગ ૪૦% જનસંખ્યાનો બાલીનિઝ ક્ષત્રિયોમાં સમાવેશ થાય છે.બાલીનિઝ હિંદુત્વમાં વેદોથી ભારે પ્રભાવિત જાતિ પ્રથા છે.
વિયેતનામનાં બાલમોન (Balamon) હિંદુ ચામ લોકો મળીનેં ૭૦% ક્ષત્રિયો (વિએતનામીમાં સત્રિયો) છે. જો કે બાલમોન લોકો ચામ વસતિનાં ફક્ત ૨૫% જ છે.(અન્ય ૭૫% મુસ્લિમો કે 'ચામ બાની' છે. આ બાલમોન ક્ષત્રિયોનો દાવો છે કે,તેઓ "ચંપા સામ્રાજ્ય"નાં વંશજો છે.
શ્રીલંકામાં ક્ષત્રિયો મહત્વની લઘુમતિ છે, જેઓ કૌરવો, કારવા અને કુરૂકુલમ તરીકે ઓળખાય છે. જુઓ:ક્ષત્રિય મહાસભા,શ્રીલંકા
ક્ષત્રિય ઠાકોર વિષે
ઠાકોર શબ્દ વિષે વિવેચકોએ જુદા જુદા અર્થો કર્યા છે. કાંતો સરસ મજાના વાઘાથી શણગારવામાં આવ્યો છે. અથવા તો વિવેચકોએ ઠાકોર શબ્દને કે ઠાકોર કોમને નીચી કક્ષાની ચિતરી છે. વાસ્તવમાં ઠાકોર એ પ્રુથ્વી ઉપરની કોઇ કોમની અટક નથી .પણ ઠાકોર શબ્દનો અર્થ છે- ઈશ્વર , જમીનનો માલિક , ઠાકુર, પ્રદેશનો અધિપતિ , માલિક , સ્વામી , સરદાર , નાયક , અધિષ્ઠાતા , ગામધણી , ગરાસિયો , તાલુકદાર, નાનો રાજા , લડાયક જાતિની પ્રજા સાઠોદરા નાગર , રજપુત , અને કાયસ્થ (ક્ષત્રિય) કોમની એ નામની અટક. ખાસ કરીને ગુજરાત પ્રદેશમાં વસતી મુળનિવાસી અને પ્રાચિન એવો ભારતીય ક્ષત્રિયોનો એક બહુવિધ અટકો ધરાવતો સમુહ છે. ક્ષત્રિયોના આ સમુહોમાં કોઇ ઉત્તર ગુજરાતમાં ઠાકોર કે દરબાર તરીકે ,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પાટણવાડીયા કે બારૈયા તરીકે અને સૌરાષ્ઠમાં ચુવાળિયા ઠાકોર કે બારૈયા તરીકે ઓળખાય છે. આ બહુવિધ ક્ષત્રિય સમુહો વિવિધ અટકો પણ ધરાવે છે. જેમકે પરમાર , સોઢાપરમાર , સોલંકી ,ચૌહાણ, ડાભી , રાઠોડ , પઢિયાર , ઝાલા ,મકવાણા ,વાઘેલા ચાવડા વિગેરે .આ ઉપરાંત કેટલાક ઠાકોરો તેમના મુળ ગામના નામથી કે તેમના સાહસિક પુર્વજોના નામ કે ફરજના હોદ્દાઓના નામથી પણ ઓળખાય છે. દા.ત.પગી કે કોટવાળ અને સામંત વિગેરે . આ તમામ સમુહો કે અટકો ધરાવતા ક્ષત્રિયો પ્રાચિન ભારતના ક્ષત્રિયો છે.
ગુજરાતમાં હાલમાં ક્ષત્રિય ઠાકોરો તરીકે ઓળખાતા (ઠાકોર , બારૈયા , પાટણવાડીયા, ધારાળા ) સમાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાતવર્ગના આ ક્ષત્રિયો મુળ નિવાસી ભારતીય ક્ષત્રિયો છે. કારણ કે બ્રિટિશ, મુસ્લિમ , મલેચ્છો તેમજ શકો અને હુણો તેમજ પરદેશી ગુરજરો (( ગુર્જરો પરદેશી છે. એવુ માનનારા ભારતીય એતિહાસના દેશી અને વિદેશી અભ્યાસીઓ જેવા કે જેકસન, ભગવાનલાલ , હર્નલ , દેવદત્ત ભાન્ડારકર , અને વિન્સેન્ટ સ્મિથ વિગેરે પુરાતત્વના ધુરન્ધરો છે. ગુર્જરો હમેશાં હુણોની સાથે જોડાયેલા હતા. તેઓ ‘ખાજરો’ હતા. જુઆન અથવા આવારો , એપિથાલિટિસ યેટાસ અને શ્વેત હુણો જે મોટા ધાડાંના અગ્રેસરો હતા તે ધાડાંમાંનાજ ગુર્જરો પણ હતા.તેથી ગુર્જરો હુણોની સાથે હિન્દમાં ઉતરી આવ્યા. સપાદ્ક તે સેવાલિક . સેવાલિક તે સોકોટ્રા. સોકોટ્રા આફ્રિકામાં છે. સિકન્દરની ગ્રીક સેનાના અવશેષો (વંશજો) સાકોટ્રામાં વસ્યા હતા. ચાપ તે ગુર્જરો હતા .અને તેથી તેઓ આ ગ્રીક સુભટોના વંશજો હતા.પરદેશથી આવેલી હુણ જાતિઓએ ભારતમાં રાજપુતાનામાં આવીને કાયમી વસવાટ કર્યો. ગુર્જરો તેમાંની એક અગ્રસર જાતિ હતા.તેઓ ત્યાંથી હિન્દના બધા ભાગોમાં ગયા. તેમનામાં પરદેશથી આવેલી આ ગુર્જર જાતિમાં બ્રાહમણોનો પ્રભાવ વધુ હોવાથી પોતાની વસ્તીને ચાર ભાગમાં વહેંચી નાખી. અને એ રીતે પરદેશી ગુર્જરો તે ગુર્જર બ્રાહમણ , ગુર્જર વૈશ્ય , ગુર્જર ક્ષત્રિય , ગુર્જર શુદ્ર બન્યા. અને ત્યાર પછી આ પરદેશી હુણો અથવા ગુર્જરો, છેક પ્રાચિન કાળથી આર્ય્-દ્રવિડ જાતિના બ્રાહ્મણો , ક્ષત્રિયો ,વૈશ્યો તથા આદીવાસીઓને ત્યાં રહેતા. અને વિજેતા બનીને મુળ વસ્તીને હઠાવીને હાંકી કાઢે અથવા પોતાનામાં ભેળવી લે. તેમજ રાજપુતાનાના ક્ષત્રિયોને “રાજપુત” નામ આપનાર પરદેશીઓ હતા. આમ આ ઉપરથી સાબિત થાય છે કે પરદેશી ગુર્જરો કે હુણ નામની જાતિએ પોતાના પ્રભાવ કે બાહુબળથી ભારતના મુળ નિવાસી ક્ષત્રિયોની જે અટકો હતી તે અટકો અપનાવી પોતાના પ્રભાવને લઈને પુરા પુરા ભારતવર્ષ ઉપર પોતાનુ રાજ્ય કર્યુ. દાત. પરશુરામ. કે જે બ્રાહમણ જાતિના હતા .માટે બ્રહમણો તેમને ભગવાન તરીકે પુજે છે. રામાયણ કે પુરાણો મુજબ આ પરશુરામે સમગ્ર ભારતવર્ષને ક્ષત્રિયો વિહોણી બનાવી દીધી હતી. ક.મા. મુનસી ના ચક્રવર્તી ગુર્જરો નામના પુસ્તકમાં લખ્યા મુજબ પુર્વે(ઇ.સ.૫૦૦-ઇ.સ. ૧૩૦૦) ગુજરાતમાં રાજ્ય કરનારા તમામ સાશકો મુળ બ્રાહમણ વંશના શાસક હરીશ્ચન્દ્ર હતો . જે બ્રાહમણ જાતિનો હતો.તેને બે રાણીઓ હતી.એક બ્રાહ્મણી અને બીજી ક્ષત્રિયાણી. ક્ષત્રિયાણી થી ચાર પુત્રો ભોગભટ, કક્ક, રજ્જિલ અને દદ.અવતર્યા હતા. જેઓના વંશજો પાછળથી ગુજરાતના રાજપુત સાશકો કહેવાયા. (નોંધ: ક્ષત્રિયાને કુખે જન્મેલા સંતાનો રાજપુતો કહેવાયા તો બ્રાહ્મણીને પેટે અવતરેલા પુત્રો ક્યાં ગયા અને તેમના વંશજો કોણ હતા ? . ખરેખર તો એ વખતે મનુસ્મૃતિ મુજબ બ્રાહ્મણો પાસે અબાધિત હક્ક હોવાના કરણે બ્રાહમણ દ્વારા અન્ય જાતિની સ્ત્રી ના સંસર્ગથી જન્મેલા સંતાનોને નીચી ઉતરતી જાતિનો દરજ્જો મળતો.હતો. આવા જાતીય સંસર્ગની પેદાશ જેવાં સંતાનોને પણ પુરુષના વર્ણમાં સ્થાન નહોતું મળતું, એનાથી ઊતરતે દરજ્જે એમને મૂકવામાં આવતાં. એ પૂરતું ન હોય એમ એમનાં બાળકોને સ્ત્રીના વર્ણનો અધિકાર પણ નહોતો મળતો. એમને તદ્દન અલગ અને માતાપિતા કરતાં હીન ગણવામાં આવતાં.તો પછી એ હરીશ્ચન્દ્ર નામના બ્રાહ્મણ પ્રતિહારે ક્ષત્રિયાણીને કુખે જન્મેલા સંતાનોને કેવી રીતે ક્ષત્રિય ગણ્યા?. હકીકતમાં ભારતવર્ષમાં પ્રાચિન સમયથી ક્ષત્રિયો હતાજ. પણ જેતે વખતના સમયમાં બ્રાહ્મણોના વર્ચસ્વ ના કારણે ભારતવર્ષમાં શાસન કરતા પ્રાચિન ક્ષત્રિયોને અથવા ક્ષત્રિય શાસકોને બ્રાહ્મણો ના વંશજો તરીકે ઓળખાવ્યા હોય તેમ લાગે છે. મનુસ્મૃતિના આધારે ઉચ્ચ વર્ણો પોતાનું ગુનાઇત શાસન ચલાવતા રહ્યા અને પોતાની હવસખોરીની બધી મઝા લૂંટતા રહ્યા અને તે સાથે એ કૃત્યોની નિષ્પત્તિ, એટલે કે સંતતિ, જાણે એમના કરતાં પણ વધારે પતિત હોય એમ નવી જાતિઓ બનાવતા રહ્યા અને એમને મોતથીયે બદતર જીવનમાં ધકેલતા રહ્યા.મનુસ્મૃતિ મુજબ વર્ણ વ્યવસ્થાએ સમાજને બંધિયાર બનાવી દીધો હતો. જડબેસલાખ સમાજમાં કશું તસુમાત્ર પણ ખસી શકતું નહોતું, જેના કારણે બાર જેટલી જાતિઓ ક્ષત્રિયમાંથી પછાત વર્ગના (શૂદ્રના) દરજ્જામાં આવી ગઈ હતી! આમ કેમ બન્યું? કારણ , સમાજના વિકાસનો માપદંડ એની આર્થિક પ્રવૃત્તિમાં આવેલી વિવિધતા છે. દેખીતી રીતે ક્ષત્રિયોનાં કાર્યોનો પ્રભાવ આર્થિક પ્રવૃત્તિ પર બહુ ઑછો હોય. એમની પ્રવૃત્તિમાં કોઇ આંતરિક ફેરફારોની શક્યતા નહોતી. ક્ષત્રિયો યુધ્ધોલડતા હતા અને યુદ્ધ આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરે એવી ઘટના છે. આમ યુદ્ધોએ આર્થિક પ્રવૃત્તિમાં નિર્ણાયક ભાગ ભજવ્યો હશે . પરંતુ ક્ષત્રિયો્ને એનો સીધો લાભ ન મળ્યો, કારણ કે એ પ્રવૃત્તિનો દોર વૈશ્યોના હાથમાં હતો. ક્ષત્રિયો લડતા અને લડતાં લડતાં જનતાનુ રક્ષણ કરતા. અને વૈશ્યો પાસેથી પૈસાની મદદ લેતા. જીતતા તો રાજા બનતા અને મરતા તો સ્વર્ગે જતા! એમના સ્વાભાવિક કર્મનો આ બે સિવાય એમના માટે ત્રીજો કશો અર્થ નહોતો.જે ક્ષત્રિયોએ બ્રાહ્મણવાદ કે મનુવાદનો વિરિધ કર્યો તેવા તમામ પ્રાચિન ભારતીય ક્ષત્રિયો ને પછાત વર્ગમાં ગણના થઈ. આમ આના કારણે પ્રાચિન ક્ષત્રિયો કે જે મુળનિવાસી ક્ષત્રિઓ છે. જે હાલમાં આર્થિક , સમાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાય છે. શાહુકારોતો ઠીક પણ પોતાના બાન્ધવો હાલમાં પોતાનાથી અલગ અલગ માને છે.) આમ માની લઈએ તો ગુજરાત ,સૌરાષ્ટ, રાજસ્થાન , આબુ ,માળવા વિગેરેના જે શાસકો હતા .તે બ્રાહમણો ગણાય. જે હકિકતમાં સત્યથી વેગળુ છે. કારણ કે ઉપરોકત તમામ શાસકો મુળ ભારતીય ક્ષત્રિયો હતા અને છે. જે સર્વદા સત્ય જે વાસ્તવિક છે. ક.મા.મુનસી આગળ લખે છે કે ગુર્જરોએ મુળ પ્રદેશાના ક્ષત્રિયોને હઠાવીને હાંકી કાઢ્યા હોય અને પરાજીત કર્યા હોયતો આ પરાજીતોના મત, પ્રણાલિકા અને સંસ્કૃતિ ક્યાં ગયું .તેમજ આ પરાજીત ક્ષત્રિયો કે જે મુળ મલકના ક્ષત્રિયો હતા.તે ગયા ક્યાં ? નોંધ: ગુર્જરો વિષેની આ માહિતી શ્રી ક.મા મુનસી ના પુસ્તક “ ચક્રવતી ગુર્જરો “ માંથી લીધી છે. )) અમલ શરુ થયો તે પહેલાં આ ક્ષત્રિયોના પુર્વજો નાની મોટી ઠકરાતો ધરાવતા હતા. અને બીજા કેટલાક રાજા –રજવાદાઓમાં લશ્કરમાં સૈનિક કે સેનાપતી તરીકે કામ કરતા હતા .તેમજ કેટલાક રાજાના દરબારમાં , સામંત કે જમીનદાર અથવા ઠાકુર કે ઠાકોર અને ગરાસિયા તેમજ તાલુકદાર તરીકે ફરજ બજાવતા હતા. પરદેશીઓનુ રાજ્ય વિસ્તરવા લાગ્યું તેમ તેમ રાજા રજવાડાઓ વિલિન થતા ગયા. કેટલાકે પરદેશીઓની આધીનતા સ્વીકારી. એ સમયના કેટલાક શાસકોએ આ ક્ષત્રિયોને પરાસ્ત કરીને તેઓની જમીનો , માલ મિલ્કત વિગેરે પડાવી લીધુ. અને આથી આમ આ સમગ્ર કોમ નિરાધાર થવા લાગી. ધીમે ધીમે આ લડાયક , સ્વમાની ત્યાગની ભાવના ધરાવતી કોમ ખેતીન ધન્ધા તરફ વળી. રાજા રજવાડા ના લશ્કરમાં વર્ષો સુધી પોતાના પરીવારની પરવા કર્યા વિના કામ કરવાને કારણે આ કોમ પોતાને એક શૂરવીર યોદ્ધા તરીકે ઓળખાવી શકી પણ પોતાની જાતિને કે સંતાનોને સાક્ષર બનાવી શકી નહી. તેમજ વર્ષો સુધી આ કોમ એક શૂરવીર તરીકે બીજાઓના રક્ષણ માટે પોતાના બલિદાનો આપી દીધા .પણ પણ પોતાના ત્યાગની અને સમર્પણની ભાવનાને આ સમગ્ર કોમ પછાત અને અભણ રહી ગઈ . પોતાની ઓછી જમીન , સાધન સામગ્રીનો અભાવ. અજ્ઞાન , વ્યસન અને ખોટા ખર્ચાઓ તેમજ કુરીવાજોને કારણે આર્થિક તથા સામાજિક રીતે ઘસાતી ગઈ. શેઠશાહુકારો અને જમીનદારના દેવામાં ડૂબી ગઈ. સ્વભાવે સાહસિક અને લડાયક એવી આ ક્ષત્રિય જાતિ અગાઉ પ્રતિષ્ઠા અને આદર ધરાવતી હતી .તેથી આ સમગ્ર જાતિ ઉપર આવી પડેલી કરુણ પરિસ્થિતિમાં તેમાંના કેટલાક સ્વમાની લોકો ઝનૂને ચડ્યા અને બહારવટે નિકળ્યા. પ્રામાણિક , મહેનતુ અને ખમીરવંતી આ પ્રજા ઉપર જુલમ બીન ક્ષત્રિય હોય તેવા ઇતિહાસકારો અને પોતાને મોટા દેખાવાનો આડંબર કરતા પોતાના જ બન્ધુઓએ કર્યો. મોગલ સામ્રાજ્ય તેમજ અંગ્રેજો કે બીન ક્ષત્રિય ઇતિહાસકારો એ આ સમગ્ર પ્રજાને જુદા જુદા નામ આપ્યા અને ગુલામ પણ બાનાવ્યા . કારણ કે તે વખતે આ સમગ્ર કોમ પોતાની અજ્ઞાનતાના કારણે પોતાના વંશ કે કુળને આગળ ધરી ઉંચ નીચના ભેદભાવમાં માહલતી હતી. પ્રામાણિક , મહેનતુ અને ખમીરવંતી આ પ્રજા અંગ્રેજ લેખકોએ કે બીન ક્ષત્રિય હોય તેવા ઇતિહાસકરોએ જુદા જુદા નામથી સંબોધવા લાગી. જેમાં આ ઇતિહાસકરોએ સમગ્ર કોમ ને ઠાકોર, બારૈયા ,પાટણવાડીયા , ધારાળા કે કોળી ઠાકોર તરીકે ઉપમા આપી. આમ આ ક્ષત્રિય જાતિને ઇતિહાસકારોએ નીચી બતાવવાની ચેષ્ઠા કરી છે. જે વિષે આ સમગ્ર ક્ષત્રિય જાતિના સમુહો હજુ સુધી અજાણ છે. જેથી જુદા જુદા વિસ્તારોમાં આ સમગ્ર ક્ષત્રિય જાતિ અલગ અલગ સમુહોના નામથી ઓળખાય છે. પરંતુ વાસ્તવમાં આ સમગ્ર જાતિ એ આગળ કહી ગયા તેમ સ્વભાવે સાહસિક અને લડાયક એવી આ ક્ષત્રિય જાતિ અગાઉ પ્રતિષ્ઠા અને આદર ધરાવતી હતી. તે પોતાના સામાજીક શૈક્ષણિક અને આર્થિક પછાતપણાને કારણે વિસરી ગઈ છે. ક.મા.મુનસીના લેખ મુજબ પરાજીત થયેલા મુળ નિવાસી ક્ષત્રિયો ક્યાં ગયા ? તો તેનો જવાબ છે આ- પછાતવર્ગના આ ક્ષત્રિય ઠાકોર કે પછાત ક્ષત્રિયો . કે જેઓ સમગ્ર ભારતમાં ઉપર જણાવ્યા મુજબ જુદા જુદા નામોથી ઓળખાય છે. અને ગુજરાતમાં આ સમગ્ર ક્ષત્રિય જાતિ કોઇ ઉત્તર ગુજરાતમાં રજપુત , ઠાકોર કે દરબાર તરીકે ,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રજપુત ,પાટણવાડીયા કે બારૈયા તરીકે અને સૌરાષ્ઠમાં ચુવાળિયા ઠાકોર કે બારૈયા તરીકે ઓળખાય છે. આ બહુવિધ ક્ષત્રિય સમુહો વિવિધ અટકો પણ ધરાવે છે. જેમકે પરમાર , સોઢાપરમાર , સોલંકી ,ચૌહાણ, ડાભી , રાઠોડ , પઢિયાર , ઝાલા ,મકવાણા ,વાઘેલા ,ચાવડા વિગેરે.ઠાકોર ક્ષત્રિય પણ હોઇ શકે અને ક્ષત્રિય કે રજપુત ઠાકોર પણ હોઇ શકે.રાજપૂત બ્રાહ્મણ પણ હોઈ શકે , રાજપૂત મુશ્લીમ પણ હોઇ શકે .તેમજ રાજપૂત ભીલ(આદીજાતિ ક્ષત્રિયો) પણ હોઇ શકે અને રાજપૂત ક્રિશ્ચિયન પણ હોઇ શકે . પરંતુ બ્રાહ્મણ , મુશ્લિમ કે ક્રિશ્ચિયન ક્ષત્રિય ના હોઇ શકે. ફકત રાજપૂત કે ઠાકોર જ ક્ષત્રિય હોઇ શકે.